શિયાળામાં દૂધ સાથે મખાના ખાવાથી થાય છે ફાયદા, જુઓ તસવીરો
મોટાભાગના લોકો પોતાના ડાયટમાં મખાનાનો સમાવેશ કરે છે. મખાના અને દૂધ આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે. જેનાથી શરીર સ્વસ્થ રહે છે. આ સાથે રોગો સામે રક્ષા કરવામાં મદદ કરે છે. કેટલાક લોકો મખાનાને અલગ અલગ પ્રકારે સેવન કરતા હોય છે.લોકો મખાનાને શેકીને, સલાડમાં અથવા તો ખીર કે ચાટ બનાવીને સેવન કરતા હોય છે. પરંતુ તમે જાણો છો કે દૂધ સાથે મખાના ખાવાથી પણ શરીરને અનેક લાભ થાય છે. દૂધ અને મખાનાનું સેવન શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
મખાનામાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોવાના કારણે તેનું સેવન કરવાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. જેથી દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ સહિત અનેક પોષકતત્વો હાજર છે. તેમજ દૂધમાં કેલ્શિયમ અને ઘણા વિટામિન્સનો સ્ત્રોત માનવામાં આવે છે. જેથી મખાના અને દૂધને એક સાથે સેવન કરવાથી હાડકાં, સ્નાયુઓ અને દાંતના સ્વાસ્થ્ય માટે લાભકારક છે.મખાનામાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાના કારણે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સાથે જ હૃદયની તંદુરસ્તી પણ જાળવવામાં મદદ કરે છે. દૂધ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ધ્યાન રાખો કે દૂધ ઓછુ ફેટવાળુ અને મલાઈ કાઢેલુ હોવુ જોઈએ મખાનામાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે. જે પાચનમાં પણ મદદ કરે છે. મખાનાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. તેમજ દૂધમાં હાજર પ્રોબાયોટીક્સ પેટના સ્વાસ્થ્ય લાભકારક છે.(નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)